સમર કેમ્પ 2026 – Season 3




સમર કેમ્પ 2026 – Season 3

પોલીસ કમિશનરશ્રી જી. એસ. મલિકનાઓના માર્ગદર્શન હેઠળ, વર્ષ 2024થી અમદાવાદ શહેર પોલીસ પરિવારના બાળકો માટે ઉનાળાની રજાઓ દરમિયાન સમર કેમ્પનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું. 


સમર કેમ્પ 2026 – Season 3 અંતર્ગત, આજરોજ પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓએ  અમદાવાદ શહેરની ચાંદખેડા પોલીસ લાઇન, રાણીપ પોલીસ લાઇન અને ગાયકવાડ હવેલી પોલીસ લાઇનના સમર કેમ્પ ની મુલાકાત લીધી.


જેમાં  પોલીસ પરિવારના મોટા ભાગના બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.આ પ્રકારની પ્રવૃત્તિઓ બાળકોને ડિજિટલ સ્ક્રીનથી વિરામ આપે છે અને પ્રકૃતિ સાથે જોડે છે.


પોલીસ કમિશ્નરશ્રીનાઓએ બાળકો દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી અને ઉપસ્થિત પોલીસ પરિવાર સાથે સંવાદ કર્યો. વાલીઓ અને પોલીસ કર્મચારીઓની ભાગીદારી કેમ્પને વધુ અસરકારક બનાવે છે.

 

Post a Comment

Previous Post Next Post

Crime News

Sports