Top News

મહેસાણામાં ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખૂની ખેલ, ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકી હત્યા

મહેસાણામાં ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખૂની ખેલ, ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકી હત્યા


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે મહેસાણા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. વોર્ડ નંબર 4માં રાજકીય વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કરતાં ભાજપના ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.

તાવડિયા રોડ પર 'ખૂની ખેલ'

મળતી વિગતો અનુસાર, મહેસાણાના તાવડિયા રોડ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરી પર 4 થી 5 અજાણ્યા શખસોએ તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મિતેન ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. આ હુમલામાં ધીમંત ચૌધરી નામનો અન્ય એક યુવક પણ ઈજાગ્રસ્ત થયો છે. બીજી તરફ, સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિને પણ ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે.

Post a Comment

Previous Post Next Post

Crime News

Sports