વલસાડ જિલ્લા માટે અત્યંત ગૌરવની ક્ષણ!
મગોદ ડુંગરી સરકારી શાળાના ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના પ્રતિભાશાળી વિદ્યાર્થીની નિધિબેન અને વિદ્યાર્થી મેરીન ટંડેલની ‘સકુરા સાયન્સ પ્રોગ્રામ’ અંતર્ગત જાપાન જવા માટે પસંદગી થઈ છે.
સમગ્ર ગુજરાતમાંથી પસંદ થયેલા 4 વિદ્યાર્થીઓમાં અત્રેના જિલ્લાની સરકારી શાળાના આ બંને તેજસ્વી વિદ્યાર્થીઓ સામેલ છે, જે વલસાડ જિલ્લાના શિક્ષણ જગત માટે ખૂબ જ પ્રશંસનીય બાબત છે. બંને વિદ્યાર્થીઓને રૂબરૂ મળીને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભાશિષ પાઠવ્યા

Post a Comment