ગુજરાતના યુવાઓ માટે સેમિકન્ડક્ટર ક્ષેત્રે રોજગારીનો સૂર્યોદય..!

 ગુજરાતના યુવાઓ માટે સેમિકન્ડક્ટર ક્ષેત્રે રોજગારીનો સૂર્યોદય..!



માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મિશનના પરિણામ સ્વરૂપે રાજ્યના ધોલેરા અને સાણંદમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ અત્યંત ઝડપથી વિકાસ પામી રહ્યો છે.



‘વિકસિત ભારત’ની પરિકલ્પના સાકાર કરવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા આ ઉદ્યોગને કુશળ માનવબળ મળી રહે તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનું કામ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યનાં સેમિકન્ડક્ટર હબ એવા ધોલેરા ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)માંથી તાજેતરમાં ‘UHP સેમિકન્ડક્ટર વેલ્ડિંગ પ્રોગ્રામ’ની 16 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ પાસ આઉટ થઇ છે અને બીજી બેચની શરૂઆત પણ થઇ ગઇ છે. ‘અલ્ટ્રા હાઇ પ્યુરિટી (UHP) સેમિકન્ડક્ટર વેલ્ડિંગ પ્રોગ્રામ’ ITI સ્તરે ભણાવવામાં આવતી એક મહત્વની શરૂઆત છે, જે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે ક્લીનરૂમ માટે વિશેષ લોકોને તૈયાર કરે છે. આ પ્રોગ્રામ ટાટા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીલ્સ દ્વારા ગુજરાત સરકાર અને ટાટા ઇલેક્ટ્રોનિક્સના સહયોગથી ચલાવવામાં આવે છે.



દેશમાં આ પહેલો એવો પ્રયોગ છે જ્યાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)માં સેમિકન્ડક્ટર્સ માટે તૈયાર ક્લીનરૂમ તાલીમ સુવિધા સ્થાપવામાં આવી હોય અને દેશના વિકાસ હેઠળના કોમર્સિયલ સેમિકન્ડક્ટર ફેબ સાથે સીધી રીતે જોડાયેલો સ્કિલિંગ પ્રોગ્રામ છે. સેમિકન્ડક્ટર ફેબ્સમાં કન્ટેમિનેશનમુક્ત ગેસ ડિલિવરી અને પ્રોસેસ પાઇપિંગ સિસ્ટમ માટે જરૂરી વિશેષ કુશળતા આપે છે, જેમાં ITIમાં અભ્યાસ કરતા અથવા કોઈપણ ટ્રેડમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ કોઈ વિશેષ ટ્રેડની પૂર્વશરત વગર પ્રવેશ મેળવી શકે છે.



ગુજરાત ભારતની સેમિકન્ડક્ટર ક્રાંતિમાં અગ્રેસર બન્યું છે ત્યારે અહીં તાલીમ પામેલા વિદ્યાર્થાઓને સેમિકન્ડક્ટર ફેબ્સ, EPC કોન્ટ્રાક્ટર્સ અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ પર્યાવરણમાં ઉપયોગમાં લેવાતા હાઇ-પ્યુરિટી પાઇપિંગ અને ગેસ ડિલિવરી સિસ્ટમ્સમાં પણ વિશાળ તકો ઉપલબ્ધ બનશે.

Post a Comment

Previous Post Next Post

Crime News

Sports