
અમદાવાદના કલગી ચાર રસ્તા પાસે ગત મોડી રાતે બેફામ ગતિએ આવતી એક કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. નશાની હાલતમાં હોવાનું મનાતા યુવકોએ એક ઈકોને જોરદાર ટક્કર મારતા ગાડી રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઈકોમાં સવાર એક મહિલા અને પુરુષને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
Post a Comment